નવીદિલ્હીઃ કેન્દ્ર સરકારે સોમવારે મોટા વહીવટી ફેરફાર કર્યા છે. પૂર્વ પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરની વડા પ્રધાનના સલાહકારપદે વરણી કરવામાં આવી છે. જ્ઞાનેશકુમારની સહકારિતા સચિવ તો અલકેશકુમાર શર્માની આઈટી મંત્રાલયના સચિવપદે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય કાર્મિક મંત્રાલયે સોમવારે આ સંબંધમાં આદેશ જારી કર્યા હતા. વડા પ્રધાનના સલાહકારપદે નિમણૂક થઈ તે તરુણ કપૂર 1987ની બેચના હિલચાલ કેડરના આઇએએસ અધિકારી છે. તેઓ 30 નવેમેબરત 2021ના રોજ તેલ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયમાંથી સેવા નિવૃત્ત થયા હતા. કર્મચારી મંત્રાલયના જણાવ્યા મુજબ પ્રધાનમંડળની નિમણૂક સમિતિએ વડા પ્રધાનના સલાહકારપદે તરુણ કપૂરની નિમણૂકને મંજૂરી આપી દીધી હતી. તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં સલાહકાર તરીકે ફરજ બજાવશે. તેમન રેન્ક ભારત સરકાર સચિવ કક્ષાની છે. પ્રાથમિક રૂપે તેમની નિમણૂક બે વર્ષ માટે કરવામાં આવી છે. આ મુદત તરુણ કપૂર પદભાર સંભાળે તે દિવસથી શરૂ થશે. આ પ્રમાણે વરિષ્ઠ આઇએએસ અધિકારી હરિરંજન રાવ અને આતિષચંદ્રની પણ વડા પ્રધાન કાર્યાલયના અધિક સચિવના રૂપમાં નિમણૂક આપવામાં આવી છે.

