રાજકોટ: રાજોટના આણંદપરની જમીનમાં ઝોન ફેર કરવા રૂ. 500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના કોંગી નેતાઓના ભાજપના પૂર્વ મુખ્યમંત્રી સહિતના અગ્રણી સામે આક્ષેપ કરવામાં આવ્યા બાદ રોજકાટની કોર્ટમાં બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો. જેની કાનૂની લડત શરૂ થઈ છે કોર્ટ કોંગી નેતાઓને આક્ષેપો સાબિત કરતા પૂરાવા સાથે આગામી 20 તારીખે કોર્ટમાં હાજર રહેવા નોટીસ ઈશ્યૂ કરી છે.
કેસની વિગતો એવી છે કે કોંગ્રેસના આગેવાનો અંગત મદદનીશ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, શૈલેશભાઈ પરમાર, સીજે ચાવડા વિગેરે દ્વારા ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ સહિતનાઓ સામે 500 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કોંગી નેતાઓએ કરેલા આક્ષેપમાં કૌભાંડ આચરવાના ઉદ્દેશથી ભાજપના અગ્રણીઓએ ઝોન ફેર કર્યું હોય તે મંજૂરીઓ તાત્કાલિક અસરથી રદ કરવાની અને ખાનગી કંપનીમાં ફસાયેલા લોકોના નાણા પરત અપાવવા તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે સીબીઆઈ તપાસની માંગ ઉચ્ચારવામાં આવી હતી.

