બગસરા મહિલા સ્વામીનારાયણ મંદિરમાં સંતોના પ્રવેશથી ભારે હોબાળો

Tuesday 03rd May 2022 15:38 EDT
 

બગસરાઃ બગસરામા નવીન સ્વામીનારાયણ મંદિર અને મહિલા સ્વામીનારાયણ મંદિર એક જ પરીસરમા આવેલુ છે. સ્વામીનારાયણ મંદિરમા હાલમા આચાર્ય રાકેશપ્રસાદજીની ઉપસ્થિતિમા સપ્તાહનુ આયોજન થયુ છે. અહીના સંતોએ બળજબરીથી મહિલા સ્વામીનારાયણ મંદિરમા પ્રવેશવા પ્રયાસ કરતા ભારે ધમાલ થઇ હતી. આચાર્ય રાકેશપ્રસાદજીની આજ્ઞાથી અહીના સંતો મહિલા મંદિરમા પ્રવેશી આરતી ઉતારવા ગયા હતા. જો કે અહી જુના આચાર્ય અજેન્દ્રપ્રસાદજીના સમર્થક મહિલા સત્સંગીઓ મંદિરમા આડા ઉભા રહી ગયા હતા. જેના કારણે ધક્કામુકી થઇ હતી.જેમાં બે મહિલા સત્સંગીને ઇજા થયાનુ પણ કહેવાય છે.આ વિવાદને પગલે મોટી સંખ્યામા લોકોના ટોળેટોળા ઉમટયા હતા. એટલુ જ નહી પોલીસ કાફલો પણ ઉતારી દેવાયો હતા.
રાજ્યમાં એકમાત્ર મંદિર હજૂ આચાર્યની તરફેણમાં
રાજયમાં એકમાત્ર મંદિર હજુ જૂના આચાર્યની તરફેણમાં સુપ્રીમકોર્ટના હુકમ બાદ રાજયના તમામ મંદિરોમાં ધીમેધીમે નવા આચાર્યને સ્વીકારી લેવાયા છે. માત્ર બગસરા મહિલા સ્વામીનારાયણ મંદિર અને સરધારનું મંદિર તેમાંથી બાકાત હતું. થોડા દિવસ પહેલા સરધારના મંદિરનો મામલો પણ પુર્ણ થયો હતો. હવે એકમાત્ર બગસરા મહિલા સ્વામીનારાયણ મંદિર હજુ જૂના આચાર્યના સમર્થનમાં છે.


comments powered by Disqus