મુંબઈ: કોવિડ દરમિયાન થયેલું નુકસાન ભરપાઈ થતા 2035નું વર્ષ આવી જશે. રિઝર્વ બેન્કે તેના એક અહેવાલમાં કહ્યું છે કે નાણાકીય વર્ષ 2021માં 19.1 લાખ, કરોડ 2022માં 17.1 લાખ કરોડ અને 2023માં 16.4 લાખ કરોડના નુકસાનનો અંદાજ છે. ભારતીય અર્થતંત્રને કોરોના વાઈરસ રોગચાળા દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં લગભગ 15 વર્ષ લાગશે, એમ રિઝર્વ બેંકના નાણાકીય વર્ષ 2022 માટેના એક અહેવાલમાં ઉપર મુજબ જણાવ્યું છે.

