મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારી હત્યાના ગુનામાં ત્રણને ફાંસી

Tuesday 03rd May 2022 15:58 EDT
 

નડિયાદ: કપડવંજના મોટીઝેર ગામે ઓક્ટોબર ૨૦૧૮માં સામૂહિક બળાત્કાર અને હત્યાનો ગંભીર ગુનો બન્યો હતો. ગુનાની તપાસ કરતા પોલીસે જે તે સમયે ૩ આરોપીને ઝડપી જેલ ભેગા કર્યાં હતા. જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી ફાંસીની સજા ફટકારી છે. કપડવંજ તાલુકાના મોટીઝેરમાં રહેતાં જયંતી વાદી અને લાલા વાદીએ સાડા ત્રણ વર્ષ અગાઉ ગામની જ મહિલાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાના ભત્રીજાએ પણ બચાવવાના બદલે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ ત્રણેય આરોપીઓએ મહિલાનું ગળું દબાવી હત્યા કરી લાશને રફે દફે કરવા માટે નિર્વસ્ત્ર હાલતમાં જ ખેતરમાં ફેંકી દીધી હતી. ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં સેશન્સ કોર્ટ તા.18 સપ્ટેમ્બર 2021 ના રોજ શરૂ કરવામાં આવી હતી. હજુ તો કોર્ટ શરૂ થયાને છ મહિનાનો ટૂંકો સમયગાળો થયો છે, ત્યાં જ સામૂહિક બળાત્કાર અને ખૂન કેસમાં ૩ આરોપીઓને ફાંસી જેવી સંગીન સજા સંભળાવવામાં આવી છે.


comments powered by Disqus