વડોદરાના સ્વ.ભૂપેન ખખ્ખરનું પેઈન્ટિંગ વૈશ્વિક હરાજીમાં રૂ. 18.81 કરોડમાં વેચાયું

Tuesday 03rd May 2022 15:56 EDT
 
 

વડોદરાઃ કલા અને સંસ્કારી નગરી વડોદરાના સ્વર્ગીય ચિત્રકાર ભૂપેન ખખ્ખર દ્વારા વર્ષ 1994 માં બનાવવામાં આવેલું ધ બનયન ટ્રી નામનું ઓઈલ કેનવાસ પેઈન્ટિંગ ક્રિસ્ટિના ઓક્શન હાઉસમાં 23 માર્ચ 2022ના રોજ યોજાયેલી વૈશ્વિક સ્તરની હરાજીમાં રૂ. 18.81 કરોડ રૂપિયામાં વેચાયું છે.
69 બાય 69 ઇંચના ધ બનયન ટ્રી નામના ચિત્રમાં કેટલાક લોકો વડના વૃક્ષો નીચે બેસીને એકબીજા સાથે વાતો કરી રહ્યા હોય તેવું આપણે ચિત્રકારે ચિત્ર બનાવ્યું છે. આ સાથે તેની પાછળ પર્વતો પણ જોવા મળી છે. સ્વ. ભૂપેન ખખ્ખરના ધ બનયન ટ્રી ચિત્રને રૂપિયા 18.81 કરોડ મળ્યા છે તે અત્યાર સુધીમાં મળેલી સૌથી મોટી રકમ છે. સ્વ. ભૂપેન ખખ્ખરના ચિત્રોની સરખામણી એનકવાર અંગ્રેજી ચિત્રકાર ડેવિડ હોકની સાથે પણ થઇ છે. વર્ષ 1984માં સ્વ. ભૂપેન ખખ્ખરને પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2000માં રોયલ પેલેસ ઓફ એમ્સ્ટર્ડમ દ્વારા તેઓને પ્રિન્સ ક્લાઉસ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.


comments powered by Disqus