અમદાવાદ: વર્ષ 2017માં રઇસ ફિલ્મના પ્રમોશન સમયે વડોદરા રેલવે સ્ટેશન પર થયેલી ધક્કામુક્કીમાં એક યુવાનનું મોત થયું હતું. અરાજક્તા સર્જાઈ હતી. જેથી શાહરુખ સામે બેદરકારી સહિતના આક્ષેપો સાથે વડોદરાની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ખાનગી ફરિયાદ નોંધાઈ હતી અને કોર્ટે શાહરુખ સામે પ્રોસેસ ઈશ્યુ કરી સમન્સ પાઠવ્યા હતા જેની સામે શાહરુખે હાઈકોર્ટમાં કરેલી અપીલ ગ્રાહ્ય રાખવામાં આવી છે અને તેની સામે શરૂ કરવામાં આવેલો ફોજદારી કેસ રદ કરાયો છે.
આ કેસની વિગત એવી છે કે શાહરુખ ખાન 23મી જાન્યુઆરી 2017ના રોજ રઈસ ફિલ્મના પ્રમોશન માટે વડોદરા આવ્યો હતો ત્યારબાદ વડોદરા રેલ્વે સ્ટેશન પર આવનારી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં શાહરુખ ખાન ફિલ્મનો પ્રચાર કરવાનો હોવાનો પ્લેટફોર્મ અને રેલવે સ્ટેશન પર ભારે ભીડ એકઠી થઈ હતી પોલીસે લાઠીચાર્જ કરતાં ધક્કામુક્કીમાં એક યુવાનનું મોત થયું હતું.

