ઝઘડિયા-વાલિયા: ગુજરાતના સ્થાપના દિવસે જ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચંદેરિયા ગામે બીટીપી અને આપના ગઠબંધનની જાહેરાતકરાઈ છે. આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં દિલ્હીના સીએમ અને આપા સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં વહેલી ચૂંટણીના પડઘમ વચ્ચે સરકાર આપથી ડરતી હોવાનો મત જાહેર કર્યો હતો. તો સાથે જ હવે ગુજરાતમાં આપ અને બીટીપીની સરકાર રચાશે તેવો પણ દાવો કેજરીવાલે કર્યો હતો. તેમજ છોટું વસાવા અે અરવિંદ કેજરીવાલ 6.50 કરોડ ગુજરાતીઓને એક મોકો આપવા આહવાન કર્યું હતું.
દિલ્હીના સીએમ કેજરીવાલે બે અમીરો માટે કામ કરતી ભાજપ પાર્ટી છોડીને ગરીબોની પાર્ટી આપ અને બીટીપીને મત આપવા મંચ પરથી નિવેદન કર્યું હતું. ગુજરાતની જનતા પાસે પ્રેમ માંગવા આવ્યો હોવાનું કહી, ભાજપનો ઘમંડ અહંકાર તોડવા એકવખત આપ બીટીપીને મત આપવા કેજરીવાલે હુંકાર કર્યો હતો. કેજરીવાલે આક્ષેપકર્યો હતો કે, ગુજરાતમાં 27 વર્,થી શાસન કરતી ભાજપે સરકારી શાળાની હાલત બદતર કરી છે. ગુજરાતમાં સરકારી શાળાા મકાન, છત તૂટેલી અને જર્જરીત હાલતમાં છે. એટલું જ નહીં સરકારી શાલામાં સાતથી આઠ વર્ગ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે. સાથે સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હી આવી આપની સરકારની સરકારી શાળાઓ અને સરકારી હોસ્પિટલ જોવા જાહેરમંચ પરથી આમંત્રણ
આપું છું.

