હાર્દિક પટેલે ટ્વિટર પરથી કોંગ્રેસના હોદ્દાને દૂર કર્યો

Tuesday 03rd May 2022 15:31 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં બધુ બરાબર ન હોવાના અવારનવાર અહેવાલ આવે છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ હજુ પણ નારાજ હોય તેવું સામે આવી રહ્યું છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોતાની કોંગ્રેસના હોદ્દાને દૂર કર્યો છે. ટ્વિટર પર હાર્દિક પટેલે કાર્યકારી અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ લખ્યું હતું. જો કે, અચાનક જ હટાવી દીધું હતું. પટેલે પોતાની તસવીર સાથે પંજાને એમને એમ રાખીને વિવાદોને વધતો અટકાવવા પ્રયાસ કર્યા હોય તેવી લાગી
રહ્યું છે.
હાર્દિક પટેલની કોંગ્રેસ પ્રત્યે નારાજગી સોશિયલ મીડિયા અને જાહેર સ્થળે વર્તાઈ રહી છે. હાર્દિક પટેલે અગાઉ વોટ્સએપની ડીપી અને ટેલિગ્રામથી પોતાનું પેજ પર કેસરિયા તસવીર દેખાઈ હતી. ત્યારે હવે હાર્દિકે ટ્વિટર પરથી તેના કોંગ્રેસ પરનો હોદ્દાને લગતું લખાણ દૂર કરી દીધું છે. હાર્દિક પટેલે વિરમગામમાં તેમના પિતાની પુણ્ય તિથિના કાર્યક્રમોમાં ભાજપના નેતાઓને સામેલ કર્યા હતા. જેને લઇને કોંગ્રેસના નેતાઓએ પણ નિવેદનો આપ્યા હતા. હાર્દિક પટેલે પોતે પણ તે સમયે નિવેદન આપ્યુ હતુ. જોકે ત્યારે હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે, જે વાત છે તે પૂર્ણ થઇ જશે અને વિવાદનો અંત આવશે.
કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરત પટેલની પૂણ્યતિથી નિમિત્તેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ સંતો સહિત રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સવારથી કોંગ્રેસના રાજકીય નેતાઓ શ્રદ્ધાજંલિના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, પરંતુ ભાજપના કોઈ નેતાઓ દેખાયા ન હતા.


comments powered by Disqus