ગાંધીનગરઃ પાંચ દિવસમાં ૧૦ નાગરિકોના મૃત્યુ સાથે કોરોનાના નવા વેરિઅન્ટ સાથે થર્ડ વેવ બારણે ટકોરા મારી રહી છે. રાજ્યમાં કોવિડ ૧૯ના દૈનિક કેસ ત્રણ આંકડે પહોંચી રહ્યા છે. આ સ્થિતિમાં ગુજરાત સરકારને માત્ર ચાર જ દિવસમાં અમદાવાદ સહિતના આઠેય મહાનગરોમાં રાત્રિ કરફ્યુની મુદ્દત રાતે ૧ વાગ્યાને બદલે ૧૧ વાગ્યાથી સવારન પાંચ કલાક કરવાની ફરજ પડી છે.
ગૃહવિભાગના સુધારા હુકમમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર શહેરમાં તમામ દૂકાનો, રેસ્ટોરન્ટ્સ, વાણિજ્યક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટિંગ યાર્ડ, સપ્તાહિક, ગુજરી બજાર, હાટ , હેટ કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ પણ ૨૫ ડિસેમ્બરને શનિવારથી રાતે ૧૧ કલાક સુધી ચાલુ રાખવા કહેવાયું છે. અગાઉ રાતે ૧ કલાકે કરફ્યૂ અમલમાં આવતા આ ગતિવિધિ ૧૨ કલાક સુધી ચાલુ રાખવા કહેવાયું હતું.
