વડોદરાઃ આર્ટ ઓફ લિવિંગના ઋષિ નિત્યપ્રજ્ઞનું ૨૭ ડિસેમ્બરે વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. તેઓની અંતિમવિધિ વડોદરામાં જ કેટલાક નજીકના લોકોની હાજરીમાં જ સવારે કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઋષિ નિત્યપ્રજ્ઞ આર્ટ ઓફ લિવિંગના શ્રીશ્રી રવિશંકરની ખૂબ જ નજીકના સહયોગીઓમાંના એક હતા. તેઓનું મૂળ નામ નીતિન લિમયે અને સારા ગાયક હતા. તેઓ મૂળ વડોદરાના વતની હતા. ઋષિ નિત્યપ્રજ્ઞ કેમિકલ એન્જિનિયર પણ હતા. તેઓનું બાળપણ વડોદરામાં વીત્યું હતું. તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને તેઓ એક સારા કેમિકલ એન્જિનિયર પણ હતા. જોકે, બાદમાં તેઓ આર્ટ ઓફ લિવિંગમાં જોડાયા હતા.
