નવીદિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ભલે હજુ જાહેર થઈ નથી, પરંતુ ચૂંટણીનો માહોલ બની ગયોછે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિતના ભાજપ નેતાઓ મોટી રેલીઓ યોજી રહ્યા છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ પોતાને બળે ચૂંટણીયાત્રાઓ યોજી રહ્યા છે. કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જ્યારે બહુજન સમાજ પાર્ટીના માયાવતી હજુ શાંત છે. પરંતુ સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે લોકોનો મૂડ નક્કી કરશે કે છેવટે યુપી માટે ઉપયોગી કોણ છે? એબીપીસી વોટર સર્વેમાં યુપીની ચૂંટણીને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લોકોના મૂડ પ્રમાણ ેભલે ભાજપ નંબર વન છે. પરંતુ સમાજવાદી પાર્ટી પણ કમજોર નથી. યુપીની ચૂટણી મુખ્ય રીતે સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે લડાય તેવી પૂરતી શક્યતા છે.
આ સર્વે માટે ૨૯મી ડિસેમ્બરે લોકોનો મૂડ જાણવાની કોશિસ કરાઈ, જેમાં ૪૯ ટકા લોકોનું કહેવું છે કે ભાજપ સત્તામાં ફરી આવી શકે છે, આ સિવાય ૩૦ ટકા લોકો સમાજવાદી પાર્ટી તરફ ઢળેલા જોવા મળ્યા છે. આ બાબત દર્શાવે છે કે સમાજવાદી પાર્ટી પણ મજબૂતી સાથે ચૂંટણીના મેદાનમાં જઈ રહી છે. સર્વેમાં આઠ લોકો માયાવતીની સરકાર બને એમ ઈચ્છે છે, જ્યારે ૬ ટકા લોકો કોંગ્રેસને પણ દાવેદાર મારે છે. ૩ ટકા લોકોનું કહેવું છે કે, યુપીમાં ત્રિશંકુ વિધાનસભા રચાશે.
છેલ્લા એક સપ્તાહમાં ભાજપતરફી માહોલ બની રહ્યો છે. ગત ૨૩ ડિસેમ્બરે જ્યારે લોકોનો સર્વે કરવામાં આવ્યો ત્યારે ૪૮ ટકા લોકોએ એવું કહ્યું હતું કે, ભાજપને ફરી સત્તા મળશે. ૩૧ ટકા લોકોને સમાજવાદી પાર્ટીનું નામ લીધું હતું. કોંગ્રેસનું દાયકો જૂનો વનવાસ ખતમ થશે. ક્ષેત્ર મુજબ વાત કરીએ તો પૂર્વાચલથી લઈને અવધ અને બુંદેલખંડમાં ભાજપનું જોર વધુ છે, જ્યારે પશ્ચિમ ઉત્તરપ્રદેશ, જે કિસાન આંદોલનની અસર ધરાવતો વિસ્તાર છે, ત્યાં સમાજવાદીપાર્ટી, આરએલડી અને બીએસપીનું જોર દેખાઈ રહ્યું છે. સર્વે અનુસાર અવધમાં ભાજપને ૪૪ ટકા, સમાજવાદી પાર્ટીને ૩૧ ટકા અને બીએસપીને ફક્ત ૧૦ ટકા વોટ મળતા દેખાઈ રહ્યા છે. જ્યારે કોંગ્રેસને ૮ ટકા વોટ મળી શકે છે. પશ્ચિમ યુપીમાં ભાજપને ૪૦ ટકા વોટ, જ્યારે સમાજવાદી પાર્ટીને ૩૩ ટકા, બીએસપીને ૧૫ ટકા અને કોંગ્રેસને ૭ ટકા વો મળી શકે છે. પૂર્વાંચલમાં ભાજપને ૪૧ ટકા, સમાજવાદી પાર્ટીને ૩૬ ટકા વોટ મલે તેવી શક્યતા છે. જ્યારે બુંદેલખંડમાં ભાજપને ૪૨ ટકા અને સમાજવાદી પાર્ટીને ૩૩ ટકા વોટ મળે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

