હૈદરાબાદઃ ભારતીય અમેરિકન યુ એસ પ્રમુખ કમલા હેરિસની માતા ડો. શ્યામલા ગોપાલનના નામે સ્થપાયેલી શ્યામલા એજ્યુકેશન સોસાયટીનું ૩૦ ડિસેમ્બરે ઉદઘાટન કરાયું હતું. એન સુરેશ રેડ્ડી દ્વારા સ્થપાયેલી આ સોસાયટીનો હેતુ શિક્ષમ, આરોગ્ય, પર્યાવરણ જાળવણી અને સમાજ સેવામાં યોગદાન આપવાનો છે.
સોસાયટી ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ આપીને અને તેને ભારતની વસતિના મોટાભાગ સુધી પહોંચાડીને શિક્ષણના ક્ષેત્રે નામ કરવા માગતી હોવાનું નિવેદનમાં જણાવાયું હતું.
એડવાઈઝરી બોર્ડના માનવંતા સભ્યોની મદદથી શ્રેષ્ઠ કક્ષાનું રેડી ટુ ગીવ શિક્ષણ આપવાનો પ્રયાસ છે.
૧૯૩૮માં જન્મેલા શ્યામલા ગોપાલને યુસી બર્કલેમાંથી ન્યૂટ્રિશન એન્ડ એન્ડોક્રિનોલોજીમાં ડોક્ટરેટ કર્યું છે. તેઓ ૧૯ વર્ષના હતા ત્યારે તેમણે ભારત છોડ્યું હતું.તેઓ અગ્રણી કેન્સર રિસર્ચર અને એક્ટિવિસ્ટ હતા. હેરિસના નાનાનો જન્મ ચેન્નાઈથી ૩૨૦ કિ.મી દૂર તિરુવનુર જિલ્લાના થુલાસેન્થિરાપુરમ ખાતે થયો હતો. શ્યામલા સિવિલ સર્વન્ટ પીવી ગોપાલનના પુત્રી હતા.
શ્યામલા એજ્યુકેશન સોસાયટીએ તેલંગાણામાં વિશ્વકક્ષાની સ્કૂલ સ્થાપવાની શરૂઆત કરી છે. શાળાના શૈક્ષણિક વર્ષ ૨૦૨૩ -૨૪ માટે હૈદરાબાદ નજીક નવું કેમ્પસ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.
વૈશ્વિક સમુદાયને શ્યામલા ગોપાલને આપેલા યોગદાનની કદર કરતાં રેડ્ડી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાની તકો પૂરી પાડીને દેશના શિક્ષણ પરિપ્રેક્ષ્યનું નોંધપાત્ર રૂપાંતરણ કરવા માગે છે.
તેમણે ઉમેર્યું કે આ સ્કૂલની સ્થાપના ભારતના અગ્રણી શિક્ષણ નિષ્ણાત અને SRM યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. વજ્જા સામ્બા શિવા રાવના માર્ગદર્શન હેઠળ સ્થપાશે. તેઓ તેના બોર્ડમાં પણ મહત્ત્વનો હોદ્દો સંભાળશે.

