કોરોનાકાળમાં ૧.૭૯ લાખ લોકોની બચત ખતમ, ૯૪ હજાર બેન્ક ખાતાંમાં ઝીરો બેલેન્સ

Tuesday 04th January 2022 14:38 EST
 

અમદાવાદઃ કોરોનાકાળમાં લાખો લોકોની બચત ઝડપથી ખતમ થઈ ગઈ. ગત એક વર્ષમાં આશરે ૧.૭૯ લાખ લોકોએ બચતના સંપૂર્ણ પૈસા દવાઓ ખરીદવા અને ઘર ચલાવવા પાછળ ખર્ચી કાઢ્યા. સરકારે બેન્કો સાથે મળીને રાજ્યભરમાં કુલ ૧,૬૧ કરોડ જન-ધન ખાતા ખોલ્યાં હતાં. જેમાંથી ૧.૭૯ લાખ એટલે કે કુલ ખાતાના ૬.૩૯ ટકા ખાતા ઝીરો બેલેન્સ છે. આ ખાતામાંથી ૫૩ ટકા એટલે કે ૯૪,૫૮૯ ખાતા એપ્રિલથી લઈને જૂન સુધીમાં ઝીરો બેલેન્સ થઇ ચૂક્યાં છે. જ્યારે સંપૂર્ણ રાજ્યમાં કુલ ૧૦.૩૪ લાખ ઝીરો બેલેન્સ ખાતા છે. આવું બે વર્ષમાં પહેલીવાર થયું છે કે ઝીરો બેલેન્સ ખાતાનો આંકડો ૧૦ લાખને વટાવી ગયો છે. એસએલબીસી અનુસાર મે ૨૦૧૯-૨૦૨૦ સુધી ૮.૫૪ લાખ ઝીરો બેલેન્સ ખાતાં હતાં. જોકે જૂન ૨૦૨૧ માં તે ૧૦.૩૪ લાખ થઈ ગયાં. એટલે કે માત્ર એક વર્ષમાં તે ૧.૨૭ લાખ વધી ગયાં. આ ત્રણ વર્ષોમાં પહેલીવાર થયું છે કે જ્યારે આટલા વધારે લોકોએ પોતાના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હોય. 


comments powered by Disqus