ગુજરાત: કોવિડથી ૧૦,૧૧૬ નહીં પણ ૬૭,૩૮૮નાં મોત

Tuesday 04th January 2022 14:39 EST
 

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપની સરકારે પોણા બે વર્ષથી ઢાંકીને રાખેલુ કોવિડ-૧૯થી મૃત્યુના આંકડાનું પાપ સુપ્રિમ કોર્ટના આદેશ બાદ આસ્તે આસ્તે ઉઘાડુ પડી રહ્યુ છે. સરકાર કોરોનાથી અત્યાર સુધીમાં સત્તાવારપણે માત્ર ૧૦,૧૧૬ નાગરિકોના જ મૃત્યુ થયાનું જાહેર કરી રહી છે. પરંતુ હકિકતમાં રૂ.૫૦ હજારનું વળતર માટે સત્તાવાર મૃત્યુઆંકથી સાડા છ ગણા અર્થાત ૬૭,૩૮૮ દાવા રાજ્યના જિલ્લા કલેક્ટરેટ સમક્ષ આવ્યા છે. કોરોના મૃતકોના પરિવારજનો દ્વારા સહાય મેળવવા કરવામાં આવેલી અરજીઓના આંકડાએ ગુજરાત સરકારની પોલ ખોલી છે.


comments powered by Disqus