ગુજરાત વેલ્થમાં આગળ, હેલ્થમાં પાછળ

Tuesday 04th January 2022 14:30 EST
 

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા હેલ્થ ઇન્ડેક્સમાં દેશનાં ટોપ-૧૦ રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. આ ઇન્ડેક્સમાં ૨૦૧૪-૧૫ માં ગુજરાત ત્રીજા ક્રમે હતું. ૨૦૧૮-૧૯ માં ગુજરાત આ ઇન્ડેક્સમાં સાતમા ક્રમે ફેંકાયું હતું. જાહેર કરાયેલા ૨૦૧૯-૨૦ ના ઇન્ડેક્સમાં ગુજરાત એક ક્રમ આગળ વધીને છઠ્ઠા ક્રમે આવ્યું છે.
નીતિ આયોગ એટલે કે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા દ્વારા આ હેલ્થ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો. નીતિ આયોગના રિપોર્ટમાં વર્ષ ૨૦૧૯-૨૦ ના રાઉન્ડમાં કે જેમાં ૨૦૧૮ના નાણાકીય વર્ષને આધાર બનાવાયો હતો તેમાં ગુજરાતને ૬૩.૫૯ ઈન્ડેક્સ સાથે છઠ્ઠો ક્રમ આવ્યો છે આ પહેલાના વર્ષે આ ઈન્ડેક્સ ૬૩.૧૫ હતો જે નજીવો વધારો દર્શાવે છે.
આ જ વર્ષના રેન્કમાં પ્રથમ આવેલા કેરળને ૮૨.૨૦, તમિલનાડુ ૭૨.૪૨ ઈન્ડેક્સ સાથે બીજા ક્રમે અને તેલંગાણા ૬૯.૯૬ અંક સાથે ત્રીજા ક્રમે છે જે એ પણ સૂચવે છે કે આરોગ્યલક્ષી બાબતોમાં દક્ષિણ પ્રદેશ સમૃદ્ધ છે.


comments powered by Disqus