ડભોઇમાં દાઢી-ટોપીની દાદાગીરી બંધ થઇઃ ધારાસભ્ય શૈલેષ સોટ્ટા

Tuesday 04th January 2022 14:44 EST
 

ગાંધીનગરઃ વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા ભાજપના ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ વધુ એકવખત જાહેરમાં જ ખુલ્લેઆમ નિવેદન કરતા કહ્યું હતું કે, ડભોઇમાં દાઢી-ટોપીની દાદાગીરી બંધ થઇ ગઇ, જે રીતે વર્ત્યો તે રીતે જ વર્તીશ. ચૂંટણી જીતવા માટે કોઇપણ વિધર્મીઓના દરવાજા પર માથુ ટેકવીશ નહીં તેવી લાલજી મારાજની હાજરીમાં ખાતરી આપું છું.
વડોદરા સ્વામિનારાયણ મંદિર કલાલીધામ દ્વારા યોજાયેલા દિવ્ય શાકોત્સવમાં સંબોધન કરતા ભાજપના ધારાસભ્ય સોટ્ટાએ સ્ટેજ પરથી જ પુરાણી સ્વામિને પૂછયું હતું કે, દાઢી-ટોપીની દાદાગીરી બંધ થઇ ગઇને? ડભોઇમાં જે લોકોની દાદાગીરી હતી તે બંધ કરાવવાની જવાબદારી હતી. ડભોઇમાં દાઢી-ટોપીની દાદાગીરી બંધ થઇ છે, હું ડભોઇમાં ગયો ત્યારે સરકારી આંકડા અનુસાર વર્ષમાં ૭ અને વધુમાં વધુ ૧૪ વખત તોફાન થતાં હતાં, પરંતુ છેલ્લા ચાર વર્ષમાં કોમી તોફાનો થયા નથી ત્યારે ફરી કહું છું જે રીતે વર્ત્યો તે રીતે વર્તવાનો છું. હું જન્મે હિન્દુ, ધર્મે હિન્દુ અને કાયમ માટે હિન્દુ જ રહેવાનો છું.


comments powered by Disqus