રાજકોટઃ લંડનથી આવેલી રાજકોટની યુવતીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં શિફ્ટ કરાઇ હતી. યુવતીના ભાઇએ કહ્યું હતું કે, તેની માતાએ તા. ૧૬ના હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પુત્રીએ જાણ થતાં તે તાબડતોબ લંડનથી રાજકોટ આવવા નીકળી હતી, ૧૯મી ડિસેમ્બરે યુવતી અબુધાબી પહોંચી તે વેળાઓ જ તેના માતાએ રાજકોટમાં અંતિમ શ્વાસ લીધા હતા, માતાએ રૂબરૂ મળવા વિદેશથી રવાના થયેલી યુવતી રસ્તામાં હતી તે પહેલા જ માતાએ દુનિયા છોડી દેતા તેના અંતિમ દર્શન અને અંતિમવિધિમાં જોડાવવામાં યુવતીએ પરિવારજનોને ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તા. ૨૧ના રાજકોટ પહોંચી ત્યારે યુવતીઓ કોરોના ગ્રસ્ત હોવાનો રિપોર્ટ આવતા તેને માતાના અંતિમ દર્શનનો પણ મોકો મળ્યો નહોતો.
