મુન્દ્રા બંદર પર રૂ. ૧૦૦૦ કરોડનું આયાતી રક્તચંદન પકડાયું

Tuesday 04th January 2022 14:59 EST
 

ભુજ: ફરી એક વખત મુન્દ્રાના અદાણી બંદર વિસ્તારમાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત રક્તચંદનનો જથ્થો ડી આર આઈ ની ટીમે પકડી પાડયો હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે આ જથ્થો પોર્ટ પરથી ઝડપાયો છે જેની કિંમત કરોડો રૂપિયાને આંબી જાય તેમ છે.
ડી આર આઈ ની ટીમ દ્વારા આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અંદાજિત ૨૫ મેટ્રિક ટન ની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૦૦૦ કરોડની આંકવામાં આવે છે. દિલ્હીની ભોલી એક્સપોર્ટ્સ નામની પેઢી જે આર્યન એન્ડ બ્રાસ બિલ્ડીંગ મટીરીયલના નામે પ્રતિબંધિત રક્તચંદન મોકલતા હોવાનું ખુલવા પામ્યું છે. આજે તપાસનો ધમાધમાટ ચાલી રહ્યો છે ટૂંક સમયમાં સમગ્ર હકીકતોનો પર્દાફાશ થાય તેમ છે.ભૂતકાળમાં પણ મુંદ્રા પોર્ટ પરાથી રક્તચંદનનો જથ્થો ઝડપાઈ ચૂકયો છે ત્યારે ફરી એક વખત રકતચંદનનો જથ્થો ઝડપાતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.


comments powered by Disqus