વડનગર: કચ્છમાં ૨૦૦૧માં આવેલા વિનાશકારી ભૂકંપે જે તબાહી મચાવી હતી, તેવો જ આજથી ૧હજાર વર્ષ પહેલાં ૬ થી ૬.૫ ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ વડનગરમાં પણ આવ્યો હતો. અહીં પુરાતત્ત્વ વિભાગને અમરથોળ નજીક ખોદકામ વખતે જમીનથી ૧૪ મીટર નીચે અનેક તિરાડો મળી આવી હતી. આ તિરાડો મળતા જ પુરાતત્ત્વ વિભાગે ગાંધીનગરની ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચની મદદ લીધી હતી. પ્રાથમિક સરવેમાં સંશોધકોને જાણવા મળ્યું છે કે, વડનગરમાં ૧૦મી સદીમાં ૬.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હશે! જોકે, વિજ્ઞાનીઓની એક ટીમ આ દિશામાં વધુ ઊંડું સંશોધન ચાલુ કર્યું છે.
ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર ભૂકંપ ઝોનમાં નથી આવતો. આમ છતાં, અહીં ભૂકંપ કેમ આવ્યો તે અંગે એક ટીમ સંશોધન કરી રહી છે. વડનગરમાં આવેલા આ ભૂકંપને લીધે જમીન ફાટવાની આ પ્રથમ ઘટના કહી શકાય. આ ઘટનાનો સંભવિત સમયગાળો ઈસ. પાંચમીથી દસમી સદી અથવા ગુજરાતના ઈતિહાસનો ક્ષત્રપ પછીનો સમયગાળો છે. આ અંગે સિસ્મોલોજિકલ રિસર્ચ સંસ્થાના એક્ટિવ ટેક્ટોનિક્સ વિભાગના વિજ્ઞાની ડૉ. સિદ્ધાર્થ પ્રિઝોમવાલાએ જણાવે છે કે, પુરાતત્ત્વ વિભાગના ખોદકામમાં એક લાઇનમાં તિરાડ દેખાઇ હતી. તે જાણવા અમે સરવે શરૂ કર્યો છે. અત્યાર સુધીના સરવે પ્રમાણે, અમારું અનુમાન છે કે, એક હજાર વર્ષ પહેલા એટલે કે દસમી સદીમાં વડનગરમાં મોટો ભૂકંપ આવ્યો હોવાના અવશેષો મળ્યા છે.
અહીં એ વાત ખાસ મહત્ત્વની છે કે, જમીન ફાટવાના કારણે ભૂકંપ થયો હોવાના પુરાવા મળ્યા વડનગરમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેનું કારણ જમીન પરની સપાટી ફાટી તે હતું. જ્યાં જમીનનો ભાગ વિસ્થાપિત થાય છે, તેના પુરાવા અમને સપાટીની નજીક બે સ્વરૂપમાં મળ્યા છે. એક ધરાશાયી થયેલી દીવાલ અને બીજો ખોદાયેલા સ્તરોમાં. આ દિશામાં સંશોધન હજુ ચાલુ છે.
ભૂકંપ પછી લોકોએ ઈંટો હટાવીને લાકડાં ગોઠવી દીધાં હતાં
વડનગરમાં આશરે ૨૬૦૦ વર્ષથી લોકો રહે છે. દસમી સદીના ભૂકંપ પછી અહીંના લોકોએ તાત્કાલિક ઘર બનાવવાની પદ્ધતિ બદલી નાંખી હતી. ભૂકંપ પછી અહીંના લોકોએ ઘરની દીવાલ વચ્ચે એક જગ્યાએ ઈંટોનું લેયર હટાવીને લાકડા ગોઠવી દીધા હતા, જેના કારણે ભૂકંપ આવે ત્યારે તેની ધ્રુજારી આગળ જતા અટકી જાય અને ઘર પણ ધરાશાયી ના થઈ જાય.
૧૦૦૦થી ૧૨૦૦ વર્ષ જૂનો બુર્જ અને કોટ મળી આવ્યો
વડનગરમાં પેટાળમાંથી ૧૦૦૦થી ૧૨૦૦ વર્ષ જૂનો બુર્જ મળી આવતાં સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયું છે. જાણકારોમાં મત મુજબ, શહેરને આક્રમણખોરોથી બચાાવવા માટે આ બુર્જ પરથી સૌનિકો દેખરેખ રાખી રખેવાળી કરતા હતા. ઔતિહાસિક નગરી વડનગરમાં ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન પુરાતન વિભાગને પ્રાચીન અવશેષો મળી રહ્યા છે. હાલમાં અમરથોળ દરવાજા નજીક ખોદકામ દરમિયાન જામીનમાંથી આશરે ૨૫ ફૂટ ઊંચો બુર્જ મળી આવ્યો છે. દરવાજાની આજુબાજુ બીજા બુર્જ અને કોટ પણ નીકળી રહ્યા છે. આ બુર્જ અને કોટ પણ નીકળી રહ્યા છે. આ બુર્જ આશરે ૧૦૦૦થી ૧૨૦૦ વર્ષ પ્રાચીન હોવાનું ફરતે બનાવેલા ૬ દરવાજાની નજીક આવા બુર્જ અને કોટ ધરબાયેલા છે. બુર્જ પર સૌનિકો દુશ્મન પર નજર રાખતા. તેમજ શહેરની સુરક્ષા માટે કોટ પણ બનાવાયા હતા.

