વાઇબ્રન્ટ વખતે અમદવાદમાં ૭૦થી વધુ ચાર્ટર્ડ એરક્રાફ્ટ આવશે

Tuesday 04th January 2022 14:23 EST
 

અમદાવાદઃ કોરોના-ઓમિક્રોનના વધી રહેલા કેસોથી સંભવિત ત્રીજી લહેર વચ્ચે પાટનગર ગાંધીનગર ખાતે આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરીના રોજ યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આ સમિટ આ દેશ- વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોવાથી ૭૦ જેટલા ચાર્ટડ એરક્રાફ્ટ આવશે. આ સમય દરમિયાન એરપોર્ટ પણ વાયબ્રન્ટના રંગમાં રંગાઇ જશે. મહત્વનું એ છે કે, અગાઉની સમિટ કરતાં આ વખતે કોરોનાની દહેશને કારણે આ વખતે ચાર્ટડ ફ્લાઈટો ઓછી આવશે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ એરપોર્ટ પર વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. સમિટમાં આવનારા અતિથિ અને ડેલીગેશન માટે લક્ઝુરિયસ લાઉન્જ સહિત ચાર્ટડ એરક્રાફ્ટના પાકગ માટે સ્પેશિયલ વ્યવસ્થા સહિત વિદેશથી આવતા મહાનુભાવો માટે કોરોના ટેસ્ટની પ્રક્રિયા દરમિયાન હાલાકી ન પડે માટે એરપોર્ટ પાર માટે વધુ મેડિકલની ટીમ તૈનાત કરી જલ્દી બહાર કાઢી દેવામાં આવશે. ચાર્ટડ લઈને સમિટમાં આવનાર વીવીઆઇપીઓનો સવારથી એરપોર્ટ પર ધમધમાટ રહેશે. આ સમયે શેડયુઅલ ફ્લાઈટોની પણ આવાગમન રહેશે. જેના કારણે એરલાઈન કંપનીઓને સમિટ દરમિયાન શેડયુઅલ ફ્લાઇટોને કોઈ ઈમરજન્સી લેન્ડિંગ માટે અમદાવાદ એરપોર્ટ પર નહીં કરવાની સૂચના અપાઈ છે.
ગુજરાતનું એકમાત્ર સૌથી વ્યસ્ત રહેતું એરપોર્ટ અમદાવાદ છે. જ્યાં ૨૪ કલાક નાઈટ લેન્ડિંગ ફેસિલિટી છે. એરલાઈન કંપનીઓને સમિટ દરમિયાન કોઈ ટેક્નિકલ કે મેડિકલ ઈમરજન્સી લેન્ડિંગ માટે અમદાવાદ એરપોર્ટના બદલે રાજકોટ, સુરત કે વડોદરા કરવા તાકીદ કરાઈ છે. પરંતુ ફ્લાઈટમાં ઈમરજન્સી કોઈપણ સમયે આવે તો આ બંને એરપોર્ટ ૨૪ કલાક એટીસી ટાવર શરૂ હોતું નથી.


comments powered by Disqus