વાઇબ્રન્ટના મંચ પર નેતાઓ હસ્તધૂનન પણ નહીં કરી શકે

Tuesday 04th January 2022 14:19 EST
 

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વખતે દેશ વિદેશના વડાંઓ વચ્ચે મૈત્રાચારીના પ્રતીકરૂપે ભેટીને કે હસ્તધૂનન દ્વારા અભિવાદન કરવામાં આવે છે, પરંતુ આ વખતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં આ દ્રશ્યો જોવા નહીં મળે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે સૂચના આપી છે કે અહીં આવનારાં દરેક વ્યક્તિ વિશેષ વચ્ચે સલામત અંતર જળવાવું જોઇએ.આ માટે ઉદ્યોગ વિભાગને એવી સૂચના આપવામાં આવી છે કે ડાયસ પર અને હોલમાં મૂકાનારી ખુરશી વચ્ચે ઓછામાં ઓછું એક મીટર જેટલું અંતર હોવું જોઇએ. 


comments powered by Disqus