વડોદરાઃ વાઇબ્રન્ટ સમિટ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુ ૧૬ MoU વિવિધ ક્ષેત્રે કરાયા છે. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડિયા ખાતે દેશ-વિદેશના પ્રવાસીઓનો સતત વધતો ધસારો જોતા તાજ ગ્રૂપ દ્વારા કેવડિયામાં હોટલ બનાવવા માટે MoU પણ કરાયા હતા. તે ઉપરાંત પર્યાવરણ જાળવણીના ભાગરૂપે વાયુ પ્રદૂષણ નિયંત્રિત કરવા સાથે વાયરસ અને બેક્ટેરિયાના નિષ્ક્રિય કરવા માટે પેટન્ટેડ ઉપકરણોના ઇન્સ્ટોલેશનના MoU પણ કરાયા છે. ડિફેન્સની એસસરીઝના ઉત્પાદન સહિતના વિવિધ સૂચિત પ્રોજેક્ટ માટે પણ MoU કરાયા હતા.
