હવે સુરતથી માત્ર ૪૫ મિનિટમાં સૌરાષ્ટ્ર પહોંચાશે

Tuesday 04th January 2022 14:50 EST
 

રાજકોટઃ ગુજરાત સરકારની દુરંદેશી પૂર્વકની નીતિઓ અને નાગરિક સુવિધામાં ઉમેરો કરવાની યોજનાઓમાં વધુ એક સુવિધાનો ઉમેરો કરાયો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી પુર્ણેશ મોદીના નેતૃત્વમાં કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા સુરતની એરલાઇન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને એકબીજા સાથે હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત વેન્ચુરા એરકનેકટ દ્વારા ૯ સીટર વિમાનો વડે સુરત થી અમદાવાદ, સુરત થી ભાવનગર, સુરત થી રાજકોટ અને સુરત થી અમરેલી આ ૪ સેક્ટર પર રોજની ફ્લાઈટ ચલાવવામાં આવી છે. જેથી ૪૫ મિનિટની અંદરથી સુરતી સૌરાષ્ટ્ર અને ૬૦ મિનિટમાં અમદાવાદ પહોંચી શકાશે.
મોદીના સ્વપ્ન મુજબ વેન્ચુરા એરકનેકટ દ્વારા તમામ કક્ષાના લોકો આ સેવાનો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેક્ટર માટે એક સરખો ભાવ માત્ર રૂ.૧૯૯૯ રાખવામાં આવ્યો છે. વેન્ચુરા એરકનેકટના વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉદ્દયન ભરશે અને સેક્ટર પ્રમાણે સુરત ભાવનગર-૩૦ મિનિટ, સુરત-અમરેલી- ૪૫ મિનિટ, સુરત-અમદાવાદ-૬૦ મિનિટ અને સુરત રાજકોટ-૬૦ મિનિટમાં પૂર્ણ થશે. આ પ્રસંગે સમાજસેવા માટે હંમેશા તત્પર રહેનારા વેન્ચુરા એરકનેક્ટ દ્વારા અમરેલી એરપોર્ટ ખાતે પણ મુક-બધિર બાળકોને હવાઈસફર કરાવી
વિશિષ્ટ રીતે નાગરિક સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.


comments powered by Disqus