સુરતઃ દોઢ વર્ષ અગાઉ હજીરામાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કર્યા બાદ માસૂમ બાળકીને માથામાં ઇંટના ઘા મારી હત્યા કરનારા આરોપી સુજીત સાકેતને કોર્ટે મરે ત્યાં સુધી જેલની સજા અને લાખ રૂપિયા દંડ ભરવાનો હુકમ કર્યો હતો. કોર્ટે પીડિત બાળકીના પરિવારને ૨૦ લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. જોકે કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ન ગણી મોતની સજા આપી ન હતી. બીજી તરફ પરિવારે કહ્યું કે, નરાધમને ભલે ફાંસીની સજા ન થઈ પરંતુ તે છેલ્લા શ્વાસ સુધી જેલમાં સડશે. જજે આરોપીને જ્યારે સજા સંભળાવવા માટે નજીક બોલાવ્યો ત્યારે તેણે આજીવન કેદની સજાનું સાંભળી પોતે નિર્દોષ હોવાનું કહી જજ તરફ એક પછી એક બે ચપ્પલ ફેંકી હતી. જે ડાયઝ નજીકના કાચ સાથે અથડાઇને નીચે પડી ગઈ હતી.
જો કે, મોતની સજા માટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણ્યો ન હતો. બીજી તરફ બાળકીના પરિવારે કહ્યું કે, ભલે ફાંસીની સજા નથી થઇ પરંતુ તે છેલ્લા શ્વાસ સુધી જેલમાં સડશે એ જ એની ખરી સજા છે.
