૫૭.૨૫ મિનિટમાં સાડા પાંચ હજાર પગથિયા ચડી ઉતરી યુવાન ગિરનાર સ્પર્ધામાં પ્રથમ

Tuesday 04th January 2022 15:00 EST
 
 

જૂનાગઢ: ભવનાથ તળેટીમાં યુવાનોના જોમ અને જુસ્સાને પડકાર સમાન અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. સવારે સાત વાગ્યે પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ સહિતના આગેવાનો દ્વારા લીલીઝંડી બતાવી સિનિયર જૂનિયર ભાઈઓની ટુકડીને રવાના કરવામાં આવી હતી. ભાઈઓ પરત તળેટીમાં આવી ગયા બાદ નવ વાગ્યે બહેનોની ટુકડીને રવાના કરવામાં આવી હતી. કઠિન અને જોખમી ગણાતી આ સ્પર્ધામાં કુલ ૧,૦૫૮ સ્પર્ધકો નોંધાયા હતા. પરંતુ સ્પર્ધામાં ૩૧૫ સિનિયર ભાઈઓ,૩૨૦ જૂનિયર ભાઈઓ,૧૨૦ સિનિયર બહેનો અને ૧૪૦ જૂનિયર બહેનો મળી કુલ ૮૯૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
જેમાંથી જૂનાગઢનાં લાલા પરમારે ૫૭.૨૫ મિનિટમાં અંબાજી સુધીના સાડા પાંચ હજાર પગથિયા ચડી અને ઉતરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે જૂનિયર ભાઈઓમાં વડોદરાના લલિતકુમાર નિશાદે ૫૯.૨૩ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી જૂનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. બહેનો માટે સ્પર્ધા માળીપરબ સુધીના ૨૨૦૦ પગથિયા સુધીની હતી. જેમાં મોરબીની ભૂમિકાબેન ભુતે ૪૧.૨૮ મિનિટમાં ૨૨૦૦ પગથિયા ચડી ઉતરી સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તો જૂનીયર બહેનોમાં પ્રભાસ પાટણની પારૂલબેન વાળાએ ૪૦.૫૩ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી જૂનિયર કેટેગરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
વિજેતા સિનિયર ભાઈઓ
નામ લીધેલો સમય વતન
લાલા પરમાર ૫૭.૨૫ જૂનાગઢ
સોમાત ભાલીયા ૧.૦૩.૪૩ ચિત્રાસર
અમિત રાઠોડ ૧.૦૩.૫૩ જૂનાગઢ
શૈલેષ વાઘેલા ૧.૦૪.૪૦ અમરેલી
આકાશ અગ્રાવત ૧.૦૫.૦૨ કોડીનાર

વિજેતા સિનિયર બહેનો
નામ લીધેલો સમય વતન
ભૂમિકા ભૂત ૪૧.૨૮ મોરબી
મિત્તલ ગુજરાતી ૪૨.૨૯ માળીયા
નિશા બામણીયા ૪૩.૨૫ વેરાવળ
નીતા કોટેચીયા ૪૪.૦૭ ચોટીલા
મનીષા ઝાપડીયા ૪૪.૧૬ ગીર ગઢડા
વિજેતા જુનિયર ભાઈઓ
નામ લીધેલો સમય વતન
લલિત નિશાદ ૫૯.૨૩ વડોદરા
દીપક ડાભી ૧.૦૪.૧૩ ગિરગઢડા
ચેતન મેર ૧.૦૫.૧૬ સૂત્રાપાડા
અભિષેક ગાવડિયા ૧.૦૬.૩૩ પ્ર. પાટણ
રવિ ભાટીયા ૧.૦૭.૧૫ જૂનાગઢ
વિજેતા જુનિયર બહેનો
નામ લીધેલો સમય વતન
પારૂલ વાળા ૪૦.૫૩ પ્ર.પાટણ
રોઝીના કથુરિયા ૪૩.૧૦ માંગરોળ
હિના રાઠોડ ૪૫.૦૮ દેલવાડા
જાગૃતિ વાજા ૪૫.૪૦ ચિત્રાવડ
શ્રદ્ધા વંશ ૪૬.૦૮ દેલવાડા


comments powered by Disqus