અમદાવાદઃ ભાજપના મહિલા નેતા ડો. શ્રદ્ધા રાજપુત દ્વારા ઇશુદાન ગઢવી પર દારૂ પીને મહિલા કાર્યકરોની છેડતીનો આરોપ મુકવામાં આવ્યો હતો. જેને લઇને ઇશુદાન ગઢવીનું બ્લડ સેમ્પલ લઇને એફએસએલમાં મોકલવામાં આવ્યું હતું. જેમાં ઇશુદાન ગઢવીએ દારૂ પીધો હોવાનું ફલિત થતા ઇન્ફોસીટી પોલીસ મથકે ઇશુદાન ગઢવી સામે ગુનો નોંધતાં તેઓ હાજર થયા હતા. બાદમાં તુરંત જામીન પર તેમનો છૂટકારો થયો હતો.
આપ દ્વારા આ મામલે આરોપ લગાવવામાં આવ્યો છે કે સરકારને ડમી રિપોર્ટ મેનેજ કરીને ખોટો કેસ નોંધ્યો છે. જ્યારે ગાંધીનગર પોલીસનો દાવો છે નિયમ મુજબ સિવિલ હોસ્પિટલના તબીબોએ બ્લડ સેમ્પલ લઇને એફએસએલમાં મોકલી આપ્યું હતું. જેનો રિપોર્ટ આવતા ગુનો નોંધાયો છે.
