ગાંધીધામઃ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ન્યુ એનેક્ષી ભવનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કરતી વેળાએ ઉપસ્થિતોને સંબોધિત કરતા ખીલી ઉઠ્યા હતા. તેમણે કચ્છનો મિજાજ જ કંઈ ઓર હોવાનું જણાવીને કોઇ પણ ઉધોગકારોને સમસ્યા હોય તો ઉકેલવા રાજ્ય સરકાર કટીબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
ચેમ્બર ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં પ્રમુખ તેજાભાઈ કાનગડએ મુખ્યમંત્રીને કચ્છી પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું. એનેક્ષી ભવનથી બી ટુ બી સેમિનારો, બેઠકો, વર્કશોપ સહિતના અધતન ટેક્નોલોજી સાથેની કાર્યક્રમો યોજી વેપારને બુસ્ટ આપી શકાશે.
આજે દરેક નાનામાં નાના વ્યક્તિ પાસે પણ મોબાઈલ ફોન છે અને તે પોતાના નાણાંકીય વ્યવહાર આજે ઓનલાઇન તેમજ યુપીઆઈ દ્વારા કરી રહ્યો છે, જે દર્શાવે છે કે દેશ બદલ રહા હૈ. કાર્યક્રમમાં કચ્છના સૉલ્ટ, ટિમ્બર, ટ્રાન્સપોર્ટ, શિપિંગ સહિત અલગ અલગ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીનું મોમેન્ટો અને હારારોપણ કરીને ઉદ્યોગકારો દ્વારા સ્વાગત અને અભિવાદન કરાયું હતું.

