રાજકોટથી સિદસર સુધી કોંગ્રેસની ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વારા યાત્રા કાગવડ ખોડલધામ પહોંચી ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે યાત્રાનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, ધારાસભ્યો અને નરેશ પટેલ વચ્ચે બેઠક થઇ હતી. આ બેઠકે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી હતી. કોંગ્રેસની યાત્રાનું ખોડલધામમાં સ્વાગત થયા બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ લલિત વસોયા, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેર, શક્તિસિંહ ગોહિલ અને રામકિશન ઓઝા સહિતના આગેવાનો ખોડલધામના ચેરમેન અને પાટીદાર આગેવાન નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક કરી હતી.
