ખેડા જિલ્લામાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ ! ગરબે રમતા ખૈલેયા પરલઘુમતિ સમાજના લોકો દ્વારા થયો પથ્થરમારો

Tuesday 04th October 2022 17:50 EDT
 

માતરઃ જિલ્લામાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. માતર તાલુકાના ઉંઢેરા ગામે આઠમના ગરબા ચાલી રહ્યા હતા તે દરમિયાન લઘુમતિ સમાજના કેટલાક તત્વોએ પથ્થરમારો કરતા 6થી 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. ઉંઢેરા ગામના સરપંચનું કહેવું છે કે, તેમણે બાધા રાખી હતી કે સરપંચ બનશે ત્યારે આઠમના ગરબા કરાવશે. માંડવી ચોકથી લઈને તુળજાભવાની મંદિર સુધી ગરબાનું આયોજન હતું. રાત્રે લોકો ગરબા ગાઈ રહ્યા હતા. તે દરમિયાન લઘુમતિ સમાજના કેટલાક લોકોએ કહ્યું કે અહીં ગરબા નહીં રમવાના. આ બાબતે આગળ કોઈ વાચતીત થાય તે પહેલા જ ચારેબાજુથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન દોડધામ મચી ગઈ હતી.

કેટલાક લોકો ભાગીને આગળ જતાં ત્યાં પણ લોકો લાકડીઓ અને હથિયારો સાથે ઉભા હતા. સરપંચનું કહેવું છે કે 150થી 200 લોકોએ હુમલો કર્યો હતો. ગરબાના આયોજનની તે લોકોને પહેલેથી જ જાણ થઈ ગઈ હતી. જેથી તેમણે હુમલાનું ષડયંત્ર રચી કાઢ્યું હતું. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી ગઈ હતી. રાત્રે ખેડા DSP રાજેશ ગઢીયા, ખેડાના DySP વી.આર.બાજપાઈ, માતરના મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે પહોંચી ગયો હતો. પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લઘુમતિ સમાજના કેટલાક તત્વોએ પોલીસ ઉપર હુમલો કરી દીધો હતો. જેમાં બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.


comments powered by Disqus