ગાંધીનગરઃ દુનિયામા ઘી વાળી માના નામથી જાણિતા બનેલા રૂપાલના વરદાયિની માતાજીની પલ્લીની શરૂઆત પાંડવો કાળથી શરૂ થઈ છે. દર વર્ષે આસો સુદ નોમની રાત્રે વરદાયિની માતાજીની પલ્લી કાઢવામાં આવે છે. આ વર્ષે પણ માતાજીની પલ્લી પૂરા ગામમાં ફરી હતી. ભાવિકો દ્વારા પલ્લીમાં ઘીનો અભિષેક કરવામાં આવતા ગામમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી. ગામના 27 ચકલામાં ઘીનો અભિષેક કરાયા બાદ માતાજીની પલ્લી મંદિરે પહોંચી હતી.
ગાંધીનગરના રૂપાલ ગામમા વરદાયિની માતાજીની આસો સુદ નોમના દિવસે પલ્લી કાઢવામા આવે છે. ગત વર્ષે કોરોનાના કારણે માત્ર 10 હજાર કીલો ઘીનો અભિષેક થયો હતો. મંદિરના મેનેજર અરવિંદભાઇ ત્રિવેદીએ કહ્યું હતું કે, આ વર્ષએ માતાજીની પલ્લી ઉપર 5 લાખ કિલો ઘી ચડાવવામાં આવ્યું છે. કારણ કે, કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી પલ્લીની બાધા પુરી થઇ શકી નથી. પરિણામે શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો થાયો હતો.a

