અમદાવાદઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ગાંધી આશ્રમની મુલાકાત લઈને પોતાની ગુજરાતની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહાત્મા ગાંધીના જીવન અને આઝાદી આંદોલનના સંઘર્ષને દર્શાવતા આર્કાઇવ પ્રદર્શનને નિહાળ્યું હતું. સાથોસાથ બૃહદ આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના મૉડલને નિહાળીને જાણકારી મેળવી હતી.રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના ચિત્રને સુતરનો હાર પહેરાવી વંદના કરી હતી તથા ગાંધી આશ્રમમાં રેંટિયો પણ કાંત્યો હતો. બાદ બીજા દિવસે તેઓ શિક્ષણ સંસ્થાઓની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લઈ લીધી હતી. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપનું લોકાર્પણ કર્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું કે, ગુજરાતના સૌથી જુના વિશ્વ વિદ્યાલયમાં આવીને પ્રસન્નતા થઈ છે. વિક્રમ સારાભાઈ, કે.કસ્તુરીરંજન, PM મોદી, અમિત શાહ આ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. આ યુનિવર્સિટી કેમ્પસમાં 450 કરતાં વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે. અહીં 15 હજાર મહિલા ઉદ્યમી હર સ્ટાર્ટઅપ સાથે જોડાયેલી છે. મારા માટે હર સ્ટાર્ટઅપનું લોકાર્પણ કરવું ગર્વની વાત છે. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારત 81થી 43મા સ્થાને પહોંચી ચૂક્યું છે. છેલ્લા બે દશકમાં ગુજરાતમાં સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. ગુજરાત વિકાસના અનેક માનકોમાં છેલ્લા બે દશકથી અગ્રેસર છે. દરેક રાજ્યનું પોતાનું મોડલ હોય છે, પણ ગુજરાત સરકારે બે દશકમાં જે પ્રગતિ કરી છે, એણે અન્ય રાજ્યનો માર્ગ આપ્યો છે. અન્ય રાજ્યો એકબીજા પાસેથી શીખે તો દેશ ઝડપથી આગળ વધી શકે છે
10 મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન
તેઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં હર સ્ટાર્ટનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતમાં હર સ્ટાર્ટ થકી અત્યાર સુધી 15 હજાર જેટલી મહિલાઓને જોડવામાં આવી છે. હર સ્ટાર્ટ યોજનાને હવે રાજ્ય બાદ રાષ્ટ્રીય સ્તરે લઈ જવાશે. તે ઉપરાંત તેઓ મહિલા ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત પણ કરશે. રાષ્ટ્રપતિના હસ્તે 10 મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાયું હતું. આદિજાતિ વિકાસની વિવિધ યોજનાઓનું પણ રાષ્ટ્રપતિ ઈ-લોકાર્પણ કર્યું હતું.

