જામનગર- 20 મિનિટ સુધી સળગતા સાથિયા વચ્ચે માતાજીની આરાધના

Tuesday 04th October 2022 17:43 EDT
 
 

જામનગર: જામનગરની પ્રાચીન ગરબી અનોખા રાસને કારણે આગવી ઓળખ ધરાવે છે. શહેરના કડીયાવાડ વિસ્તારમાં 40 વર્ષથી વધુ સમયથી રાંદલ અંબિકા ગરબી મંડળ દ્વારા આયોજીત ગરબીમાં છેલ્લાં 4 વર્ષથી ખેલૈયાઓ અગ્નિ સ્વસ્તિક રાસ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. સાથિયા બનાવી તેની બોર્ડરમાં રેતી પાથરી તેમાં કેરોસીન - પેટ્રોલ નાંખી અગ્નિ પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ 20 યુવકો સળગતા સાથિયાની અંદર સતત 20 મીનીટ સુધી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. સ્વસ્તિકને શુભ અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. સળગતા સાથિયા વચ્ચે રાસની રમઝટ એ જીવનમાં સમસ્યાઓ વચ્ચે પણ પ્રગતિના પંથે અગ્રેસર રહેવાનો પ્રેરક સંદેશ પણ આપી રહી છે.


comments powered by Disqus