તળાજા: તળાજા તાબેના મુળ કુઢડા ગામના અને હાલમાં મુંબઇ સ્થાયી થયેલા જૈન શ્રેષ્ઠ સૂર્યકાંતભાઇ ધનજીભાઇ શાહ વિરુધ્ધ હાજીપરા ગામના નાથાભાઇ જીવાભાઇ ખોડીફાડ નામના ખેડૂતે જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાવતા પોલીસે સૂર્યકાંતભાઇ શાહ વિરુધ્ધ લેન્ડ ગ્રેબીન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી નાથાભાઇ ખોડીફાડના પિતાના અવસાન બાદ વરસાઇ કરી વલ્લભબાઇના નામે હાજીપરાની સર્વે નં.98 પૈકીની એક એકર અને 08 ગુંઠા.5/6/83ના રોજ કરાવેલ હતી. એ જમીન પર સૂર્યકાંતભાઇ શાહ દ્વારા બળજબરીથી કબજો જમાવી દેવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ 35 વર્ષ પહેલા ફરિયાદીના પિતા જીવાભાઇએ આપેલ નાણાની લેતીદેતીના કારણે કબજો કરી લીધેલ છે. સૂર્યકાંતભાઇના પરિવાર દ્વારા, ઠળીયા, કુઢઠા સહિતના પંથકમાં મંદિર, સ્કૂલ બનાવી દાન આપવામાં આવેલ છે. પોલસે વધુ તપાસ હાથ ધરી હતી.
