ભક્તિની શક્તિ... મશાલ સાથે અંગારા પર રાસ લઇને થતી માતાજીની આરાધના

Tuesday 04th October 2022 17:44 EDT
 
 

જામનગરના રણજિત નગરમાં પટેલ યુવક મંડળ દ્વારા પટેલ સમાજ ચોકમાં 65 વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીનો અંગારા રાસ તરીકે ઓળખાતો મશાલ રાસ પ્રસિદ્ધ છે. જે છેલ્લા 12 વર્ષથી થાય છે. આ રાસમાં 12 યુવકો પરંપરાગત વેશભૂષા ધારણ કરીને સળગતી મશાલ સાથે રાસ કરે છે. રાસ દરમિયાન મશાલમાંથી અંગારા નીચે નાંખીને એ સળગતા અંગારા પર નૃત્ય કરવામાં આવે છે. દાઝવાથી બચવા માટે કોઈ જાતના પ્રિકોશન્સ ન લીધા હોવા છતાં 25 મિનિટ સુધી ચાલતા આ રાસમાં કોઈ યુવકને કશી હાનિ પહોંચતી નથી.


comments powered by Disqus