મહેસાણાના કસલપુરમાં ONGCના વેલ પર ભેદી ધડાકા બાદ ગેસ લીકેજ, લોકોને આખો તેમજ ગળામાં બળતરા થવા લાગતા દોડધામ મચી

Tuesday 04th October 2022 17:48 EDT
 

મહેસાણાઃ કસલપુર ગામની સીમમાં ONGCના વેલ પર રાત્રી દરમિયાન ભેદી ધડાકો થયો હતો. જે બાદ ગેસ લીકેજ થતા દોડધામ મચી હતી. ઘટનાને પગલે ગામના લોકોની આખોમાં તેમજ ગળામાં બળતરા થવા લાગી હતી. જેથી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. હાલમાં ગામની અંદર આરોગ્ય વિભાગની ટીમોએ સર્વે ચાલુ કર્યો છે. તેમજ ONGC વેલ પર જવાના તમામ માર્ગો બંધ કરી દેવાયા છે.

કસલપુર ગામ પાસે આવેલી ONGC વેલમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન એકાએક લીકેજ થતા ગેસવાયુ સમગ્ર પંથકમાં ફેલાઈ ગયો હતો. જે મામલે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં ઘટના સ્થળે તંત્રની તમામ ટીમો દોડી આવી છે.

કસલપુર ગામની સીમમાં ONGC વેલ પર રાત્રે 12 કલાકે ભેદી ધડાકો થયો હતો. ગામના ભગવતી બેને જણાવ્યું કે, રાત્રે બધા સુતા હતા ત્યારે ધડાકા જેવો અવાજ આવ્યો હતો બાદમાં આંખો ખેંચાવા લાગી હતી અને ચક્કર આવવા લાગ્યા હતા. તેમજ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી એટલે અમે આગી રાત જાગ્યા હતા. જે બાદ હોસ્પિટલમાં દવા લેવા આવ્યાં છીએ. હાલમાં અમને દર લાગી રહ્યો છે. વધુમાં જણાવ્યું કે, ઘટનાને લઇ ગામમાં બુમો પડી હતી. બાળકોથી લઇ મોટી ઉંમરના તમામ લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ છે.


comments powered by Disqus