વડોદરાની સાવલી નગરમાં બે જૂથ વચ્ચે ઘર્ષણઃ પથ્થર મારો કરાયો

Tuesday 04th October 2022 17:51 EDT
 

વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી નગરમાં દામાજીના ડેરા પાસે ઝંડો લગાવવા મુદ્દે બે કોમના ટોળાં સામસામે આવી જતા ભારે પથ્થરમારો થયો હતો. બનાવના પગલે જિલ્લાના પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાવલી પોલીસે બંને કોમના કુલ 41 ઇસમો સામે રાયોટીંગનો ગુનો નોંધી 36ને ઝડપી લીધા હતાં.

સાવલી નગરમાં અસમાજિક તત્ત્વોને ફરી એકવાક બેફામ બનીને નગરની શાંતિને પલિતો ચાંપ્યો છે. નગરના દામાજીના ડેરા પાસે બે જુથો વચ્ચે સામસામે ઘર્ષણ સર્જાતા પથ્થરમારો થયો હતો. જાણવા મળ્યા પ્રમાણે આગામી ઇદએ મિલાન પર્વની ઉજવણી નિમિત્તે ઝંડા લગાવવા બાબતે બે જુથો વચ્ચે ચકમક ઝરી હતી.


comments powered by Disqus