વડોદરામાં બાવામાનપુરાની મસ્જિદ-મદરેસામાં એટીએસનો દરોડોઃ મદરેસા સીલ

Tuesday 04th October 2022 17:56 EDT
 
 

વડોદરાઃ દેશમાં કટ્ટરવાદ ફેલાવતી પોપ્યુલર ફ્રનટ ઓફ ઇન્ડિયા (PFI) સાથે સંકળાયેલી ઓલ ઇન્ડિયા ઈમામ કાઉન્સિલને પણ ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત ઘોષિત કરવામાં આવી છે. સમાજમાં કોમવાદનું ઝેર ફેલાવતી આ પ્રતિબંધિત સંસ્થાનું કનેકશન વડોદારા સાથે જોડાતાં વડોદરાને ફરી એક વખત અન લો ફૂલ એક્ટિવિટી બદલ વિશ્વના નકશા ઉપર બદનામ થઈ રહ્યું છે. એ.ટી.એસની ટીમે શહેરના અત્યંત સંવેદનશીલ એવા પાણીગેટ બાવામાનપુરા વિસ્તારમાં રેડ કરીને મદરેસા-એ-હિફઝુલ ઈમામને સીલ કરવામાં આવાત ખળભળાટ મચી ગયો છે. પાણીગેટ બાવામાનપુરાની ગુલશને તોહીદ ટ્રસ્ટના તાબા હેઠલની મસ્જિદે આયેસા અને મદરેસા-એ-હિફઝુલ ઈમામને એટીએસ એસઓજી અને ક્રાઈમ બ્રાંચનું લગાતાર 4 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. વડોદરા શહેરના10 થી 15 કટ્ટરપંથીઓ આ સંસ્થા સાથે જોડાયેલા છે અને છેલ્લા 10 મહિનામાં મદરેસા-એ-હિફઝુલ ઈમામમાં કટ્ટરપંથીઓની બે મિટીંગ મળી ચૂકી છે. આ મિટીંગમાં અમદાવાદથી એક શખ્સ પણ હાજર રહ્યો હોવાની ચોંકાવનારી વિગતોનો સનસનીખેજ ખુલાસો થોય છે. ઓલ ઇન્ડિયા ઈમામ કાઉન્સીલ સાથે જોડાયેલાં 4 સ્થાનિક શખ્સો હાલમાં સુરક્ષાએજન્સીઓ પાસે છે જેઓની ક્રાઈમ બ્રાંચ ખાતે પૂછપરછ ચાલી રહી છે.


comments powered by Disqus