નવીદિલ્હી: ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં થયેલો એટેક એક આતંકવાદી હુમલો હતો અને એક ગંભીર કાવતારાનો ભાગ હતો તેમ લો એન્ડ ઓર્ડરના એડીજી પ્રશાંતકુમાર જણાવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે આરોપી અહમદ અબ્બાસીના લેપટોપમાંથી જે ડિટેલ્સ મળી છે તેના આધારે એમ કહી શકાય છે કે આ એક આતંકવાદી ઘટના હતી. નોંધનીય છેકે હુમલાખરો અબ્બાસીએ 2015માં મુંબઈ આઇઆઈટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગ કરેલું છે. અબ્બાસીએ ધારદાર હથિયાર સાથે મંદિરની સુરક્ષામાં તૈનાત જે જવાનો પર હુમલો કર્યો હતો અને અલ્લાહુ અકબરના નારા લગાવતો મંદિર પરિસરમા પણ ઘૂસી ગયો હતો. તે અજાઉ એક જવાની એસએલઆર છીનવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી લેપટોપ, પાનકાર્ડ અને મુંબઈ ફ્લાઈટની ટિકિટ મળી હતી. ગોરખનાથ મંદિરમાં જ ગોરક્ષપીઠના મહંત અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નિવાસસ્થાન પણ છે. મુખ્યમંત્રી હોવાના કારણે પરિસરમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવેલી છે.
યોગી ઘાયલ જવાનોને મળવા હોસ્પિટલ પહોંચ્યા
સીએમ યોગી જાતે જ સોમવારે સાંજે ગોરખપુર પહોંચી ગયા હતા અને મેડિકલ કોલેજમાં દાખલ કરાયેલા ગોપાલ ગોડ અને અનિલ પાસવાની મુલાકાત લઈ બંનેના સાહસ અને પરાક્રમની પ્રશંસા કરી હતી અને તેમના ઇલાજની તમામ જવાબદારી સરકાર સ્વીકારશે તેમ જણાવ્યું હતું.
આરોપી મુર્તઝા યૂટ્યૂબ પર જેહાદી વીડિયો જોતો હતો
ગોરખપુર મંદિરના પરના હુમલાના આરોપી મુર્તઝાના સંદર્ભમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર આરોપી યૂ ટ્યૂબ પર જેહાદ સંબંધિત વીડિયો જોતો હતો. તે ક્યારેક જેહાદી વિચારો સાથે સંકળાયેલી કેટલીક વેબસાઇટની પણ સર્ચ કરતો. આ ઉપરાંત અબ્બાસી દ્વારા પણ ઘણા જેહાદી વિચારધારા ધરાવતાં ધાર્મિક નેતાઓના વીડિયો સર્ચ કરાયા હોવાના પણ પુરાવા મળ્યા છે. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી મુર્તજા લોન વુલ્ફ એટેકનો વીડિયો જોતો હતો. કે જ્યારે તે એકલો જ આતંકવાદી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતો. જોકે પીએસી જવાનોની બહાદુરીના કારણે મોટું નુકસાન થતાં બચી ગયું હતું.

