અમદાવાદઃ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત બહાર અન્ય રાજ્યથી અને વિદેશથી આવતા પાવર ઓફ એટર્ની માન્ય કરવાની સત્તા કલેકટર પાસેથી આંચકીને સબ રજિસ્ટ્રાને સોંપી હતી પણ રાજ્યભરમાં વિદેશથી આવતા લેખોને માન્ય કરવાની પ્રક્રિયામાં એકરૂપતા ન હોવાથી અરજદારને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. અંતે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો છે, જેમાં હવે સબ રજિસ્ટ્રાર વિદેશથી NRI નાગરિકો દ્વારા મોકલાતા પાવર ઓફ એટર્ની ઈ ચલને બદલે સ્ટમ્પ લગાવીને માન્ય કરી આપશે.જેથી લોકોને ઈ ચલણ ભરવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે. અરજદાર દ્વારા સબ રજિસ્ટ્રાર આગલ કલમ 18 હેઠળનો લેખરજૂ કરવામાં આવે એટલે તેઓ ઇ-સ્ટેમ્પિંગની મંજૂરી આપશે.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ગત વર્ષે 24 ડિસેમ્બરના રોજ નોટિફિકેશન કરીને ગુજરાત સ્ટેમ્બ એક્ટની કલમ18ની સત્તાઓ સબ રજિસ્ટ્રાને આપવામાં આવી હતી. રાજ્યસરકાર દ્વારા રાજ્ય બહાર કે વિદેશમાં થયેલા પાવરઓફ એટર્ની સહિતના લેખો ઉપર સ્ટેમ્પ ડ્યૂટી લેવાની થતી હોય તો તેન માન્ય કરવાની સત્તા સબ રજિસ્ટ્રારને સોંપી હતી. જૂના નોટિફિકેશનની જોગવાઈ મુજબ, કોઈપણ પક્ષકાર વિદેશથી આવેલા લેખ સબ-રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરે તો તેવા સંજોગોમાં ચલણથી પૈસા ભરી સ્ટેમ્પ ટિકિટ લગાવી આપવામાં આવતી હતી. આ માટે અરજદારે એક વાર સબ રજિસ્ટ્રાર સમક્ષ લેખ રજૂ કર્યા બાદ ચલણથી પૈસા ભરવા ધક્કો ખાવો પડતો હતો. ગત 28 માર્ચના રોજ સુપ્રિ. ઓપ સ્ટેમ્પસ દ્વાર પરિપત્ર કરાયો છે. જેમાં હવે ચલણને બદલે ઈ-સ્ટેમ્પિંગ કરી શકાશે. સબ રજિસ્ટ્રાર દ્વારા ઈ-સ્ટેમ્પિગં એપ્લિકેસન ફોર્મ પર કલમ-18 હેઠળ ઈસ્ટેમ્પિંગ કરવાની મંજૂરી માટેનો સહી સિક્કો હોય અથવા તેમના કોઈ નિર્ધારિત નમૂનામાં લેખિત સૂચન હોય તો જ કલમ18 હેઠળ ઈ-સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ માટે Description (મિલકતનું વર્ણન) ભરવાની જગ્યામાં Stamping under Sec. 18 લખવું ફરજિયાત રહેશે.

