અમેરિકામાં ભાડાના વિવાદમાં ગુજરાતીની ગોળી મારીને હત્યા

Tuesday 05th July 2022 15:11 EDT
 
 

સુરતઃ અમેરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. સુરતના મૂળ રહેવાસી એવા જગદીશ પટેલ નામક 69 વર્ષીય વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. જગદીશ પટેલ અમેરિકાના સાઉથ કેરોલિનામાં રહેતા હતા અને તેઓ અહીં મોટેલના બિઝનેસમાં જોડાયેલા હતા. જગદીશભાઈની ઓફિસમાં ઘૂસીને હુમલાખોરે તેમની પર બે રાઉન્ડ ફાયરિંગ  કરી નાસી છૂ્ટયો હતો. જગદીશભાઈ ઓફિસમાં બેઠા હતા. તે સમયે મોટલમાં રોકાયેલો એક શખ્સ તેમની પાસે આવ્યો હતો અને તેણે ભાડા મુદ્દે માથાકૂટ કરી હતી. વાત વણસતા હુમલાખોર જગદીશભાઈને એક ગોળી માથામાં અને પેટના ભાગે વાગી હતી ગંભીર રીતે ઘવાયેલા જગદીશભાઈને હોસ્પિટલ માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું ગત ૨૦ જૂનના રોજ મોત થયું હતું.


comments powered by Disqus