એરપોર્ટમાં સીઆઈએસએફની સાથે હવે ખાનગી સિક્યુરિટી પણ તૈનાત

Tuesday 05th July 2022 14:43 EDT
 

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા-સલામતીને વધુ મજબુત કરવા માટે હવે ડોમેસ્ટિક ટમનલમાં કેટલીક જગ્યાઓ પર પ્રથમ વખત સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ (સીઆઈએસએફ )ની સાથે હવે ખાનગી સિક્યુરીટી સિક્યુરીટી તૈનાત કરવામાં આવી છે. મહત્વનું એ છે એ અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટની સંપૂર્ણરીતે સુરક્ષાની જવાબદારી સીઆઈએસએફ હસ્તક હતી.
અમદાવાદ એરપોર્ટ પર સેક્યુરિટીનો કોન્ટ્રાક્ટ એમએસએફ નામની કંપનીને આપવામાં આવ્યો જેઓ ટમનલમાં બહારની બાજુના પરિસરમાં ફરજ બજાવતા હતા. હવે ડોમેસ્ટિક ટમનલની અંદર ખાનગી સિક્યુરીટી તૈનાત કરવા લગભગ ત્રણ શિફ્ટમાં મોટી સંખ્યામાં સ્ટાફની ભરતી કરાઈ છે. જેમાં ટ્રેનિંગ પણ શરૂ કરી દેવાઈ છે. હાલમાં ડોમેસ્ટિકમાં ટ્રાન્ઝિટ ગેટ જ્યાં એરલાઈનના કર્મચારીઓ પાસ ચેક કરીને આવનજાવન કરે છે. એરપોર્ટ પર હાલમાં આ પોઇન્ટ પર સીઆઈએસએફની સાથે ખાનગી સિક્યુરીટી ચેક કરે છે. ઉપરાંત સિક્યુરીટી હોલ્ટ એરિયામાં પણ ખાનગી સેક્યુરિટી ગોઠવી દેવામાં આવી છે.


comments powered by Disqus