ભુજઃ કચ્છના વિકાસમાં મહત્વનો ભાગ ભજવતા કંડલા સ્થિત દિનદયાળ બંદર પર કાર્ગો હેન્ડલિંગ પ્રક્રિયામાં વધુ એક ઉપલબ્ધિ મેળી છે. મહાકાય જહાજ હેન્ડલિંગ પ્રક્રિયામાં અનેક સફળતાઓ મેળવતા આ પોર્ટ ખાતે છેલ્લા ત્રણ માસ દરમ્યાન કરવામાં આવેલી વાર્ષિક ત્રીજા ક્વાર્ટરની કાર્ગો હેન્ડલિંગ કામગીરીએ અત્યાર સુધીના ઇતિહાસમાં નવો રેકોર્ડ સ્થાપી દીધો છે.
પોર્ટ ખાતે અત્યાર સુધીમાં સૌથી વધુ કાર્ગો વોલ્યુમ રેકોર્ડ કરાયું હતું. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 34.41 MMT કાર્ગો હેન્ડલ કરીને અગાઉના રેકોર્ડને વટાવી તેમાં નવી ઉપલબ્ધિ મેળવાઈ હતી. જે આ વખતના 2021-22.ના છેલ્લા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં કુલ 6.070 ની વૃદ્ધિ નોંધાઇ છે.

