થરાદમાં મુસ્લિમો પાસેથી વસ્તુ નહીં લેવાનો વિવાદી પત્ર

Tuesday 05th July 2022 15:05 EDT
 
 

થરાદઃ થરાદના વાઘાસણ ગૃપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના લેટરપેડ અને સહી સાથેનો ઉદયપુર દરજી હત્યા મુદ્દે વિચિત્ર નિયમ કરતો લેટરપેડ સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં મુસ્લિમ સમાજમાંથી આવતા ફેરીયાઓ પાસેથી કોઇ વેપારી સામાન લેતા નજરે પડશે તો તેમના પાસેથી 5100 રૂપીયા દંડનો ફાળો લઇને ગૌશાળામાં જમા કરાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. જે બાદ સમગ્ર મામલામાં વળાંક આવ્યો છે અને પંચાયતના સરપંચ પતિએ તેઓ અત્યારે સરપંચ પદે નથી અને તેમના કોરા લેટરપેડને લઇ જઇને કોઇ શખસ દ્વારા આ પ્રકારનું લખાણ લખીને વાયરલ કર્યાનું  જણાવ્યું હતું. જો કે આગળના પત્રનો ખુલાસો કરતો બીજો પત્ર વાયરલ કરી તેમાં ભુલથી મુસ્લિમ સમાજનું લખાણ થયું હોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus