અમદાવાદઃ અમદાવાદના બે દિવસીય મુલાકાતે આવેલા આપ પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પ્રદેશ હોદ્દેદારોના શપથગ્રહ સમારોહમાં કાર્યકરોને ચૂંટણીના કામે લાગી જવાની અપીલ કરતાં કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરેક કાર્યકરોએ તનતોડ મહેનત કરવી પડશે. આપણે વિપક્ષમાં બેસવાનું છે. બલ્કે ગુજરાતમાં સરકાર બનાવવાની છે. સરકાર રચવા માટે કામ કરવાનું છે. આપના પદાધિકારીઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સપનાંનું ગુજરાત બનાવશે.
શપથગ્રહણ સમારોહમાં પદાધિકારીઓને સંબોધન કરતાં કેજરીવાલે ભાજપ સરકારે નિશાન બનાવતાં જણાવ્યું કે ગુજરાત ભાજપનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં શાળા અને મહોલ્લા ક્લિનિકની પોલ ખોલવા આવ્યું હતું પણ કંઈ મળ્યું નથી. તેઓ કંઈ શોધી શક્યા અને વિલા મોંઢે પાછા આવવું પડ્યું હતું. દિલ્હીમાં આપે સારી સરકારી શાળા અને હોસ્પિટલો ઉપલબ્ધ કરાવી છે. તેમણે મફત વીજળીના મામલે પણ પ્રહારો કર્યા કે આપે દિલ્હી અને પંજાબમાં મફત વીજળી આપીને ચૂંટણી વચન પૂર્ણ કર્યું છે. જો દિલ્હી અને પંજાબમાં મફત વીજળીઅપાતી હોય તો ગુજરાતમાં કેમ નહીં.

