વિજયનગરઃ પોળોમાં હવેથી સહેલાણીઓ ઇલેક્ટ્રિક રિક્ષામાં ફરી શકશે. પોળોની પ્રકૃતિના સંરક્ષણ સંવર્ધનની જવાબદારી અને તેને પ્રદૂષણમુક્ત રાખવાની જવાબદારી આપના સૌની હોવાનું સાબરકાંઠા ડીડીઓએ શુક્રવારે જિલ્લા પંચાયત પ્રમુખ, ભાજપ અગ્રણી, ટીડીઓ અભાપુર સરપંચની હાજરીમાં પોળો આવતા પર્યટકો માટે જિલ્લા પંચાયત દ્વારા 15મા નાણાપંચ અંતર્ગત ફાળવાયેલી 15 ઈ-રિક્ષાના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે જણાવ્યું હતું.
પોળો જંગલ અને તેમાં આવેલા પ્રાચીન શિવાલયો સૂર્યમંદિર લાખેણા જૈનદેરા સાથે હરણાવ ડેમની પ્રકૃતિને જાળવવા અને તેનું રક્ષણ કરવાના આશય સાથે સરકાર દ્વારા અનેકવિધ પગલાં ભરાય છે. શુક્રવારે સાબરકાંઠા ડીડીઓ સહિતના અગ્રણીઓની હાજરીમાં પોળોમાં આવતા પર્યટકો માટે જિલ્લા પંચાયત દ્વારા 15મા નાણાપંચ અંતર્ગત ફાળવાયેલી 15 ઈ-રિક્ષાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. 15 ઈ-રિક્ષાઓની અભાપુર વિસ્તારના બેરોજગાર યુવકોને સોંપવાનું અને પોળોને પ્રદૂષણમુક્ત રાખવાનું નક્કી કર્યું હતું.

