ભેંસાણઃ જૂનાગઢ નજીકનાં પરબધામ ખાતે અષાઢીબીજનાં દિવસે મેળો યોજાયો હતો. અને માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું પરબધામના મહંત કરશનદાસ બાપુના સાનિધ્યમાં ધ્વજારોહણ બાદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
મહાઆરતી, સંતવાણી, લોકડાયરો, મહાપ્રસાદ યોજાયો હતો અને ભાવીકોને પ્રસાદ લેવામાં કોઈ મુશ્કેલી ન પડે એ માટે પાંચ મોટા રસોડા અને 3 હજાર કાઉન્ટર ઉપર 1 લાખ લોકો પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા ઉભી કરાઈ હતી. આ ઉપરાંત 10 હજારથી વધુ સ્વયંસેવકોએ ત્રણ દિવસ સુધી સેવા આપી હતી.

