અમદાવાદઃ અમદાવાદ સહિત દેશનાં મુખ્ય શહેરો વચ્ચે આગામી દિવસોમાં દેશની નવી એરલાઇન્સ અકાસા એર શરૂ થવા જઈ રહી છે, જેના ભાગરૂપે અકાસા એરલાઇન્સ દ્વારા મુંબઈથી અમદાવાદ વચ્ચે ફ્લાઇટની ટ્રાયલ યોજવામાં આવી હતી. અકાસા એરની આ ફ્લાઇટ સોમવારે બપોરે અમદાવાદ લેન્ડ થઈ 30 મિનિટ રોકાયા બાદ પરત મુંબઈ રવાના થઈ હતી. આ અગાઉ થોડા સમય પહેલાં જેટ એરવેઝ દ્વારા પણ અમદાવાદ એરપોર્ટથી ટ્રાયલ કરવામાં આવી હતી.

