મેઘમહેર થતાં ગિરનાર સોળે કળાએ ખીલી ઊઠ્યો

Tuesday 05th July 2022 14:54 EDT
 
 

જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર તેમજ આસપાસમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો હતો, જેથી ગિરનાર અને દાતાર પર્વતની ગિરિમાળા સોળે કળાએ ખીલી ઊઠી હતી. ગિરનાર પર્વતનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે તેમજ એના ઉપર બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે પગથિયાં પરથી ધસમસતું પાણી વહેતું જોવા મળી રહ્યું છે. આ વરસાદી માહોલમાં ગિરનાર પર્વત ઉપર છવાયેલા કુદરતી સૌંદર્યનો લહાવો લેવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા હતા. જોકે વરસાદી માહોલને પગલે પર્વત પરની રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગિરનાર પર્વતના સાંનિધ્યમાં આવેલા ભવનાથના જંગલ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. એને પગલે જંગલ વિસ્તાર અને પાસે આવેલો વિલિંગ્ડન ડેમ પર વરસાદી વાદળો છવાઈ ગયાનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. જંગલ વિસ્તારમાં લીલોતરી સોળે કળાએ ખીલી ઊઠી છે. 


comments powered by Disqus