યુવક-યુવતીનો ગળે ફાંસો ખાઈ સજોડે આપઘાત

Tuesday 05th July 2022 14:59 EDT
 
 

વિસનગરઃ ઉમતા ગામની સીમમાં રવિવારે સવારે ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવક અને યુવતીનાં મૃતદેહો મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસ તપાસમાં યુવક ઉમતાનો અને યુવતી સુંઢિયા ગામની હોવાનું બહાર આવ્યું હતું. બંને પ્રેમીપંખીડાં હોવાનું મનાય છે. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
તપાસ કરતાં યુવક ઉમતા ગામનો શર્મા જીતેન્દ્ર બાબુલાલ હોવાનું તેમજ યુવતી વડનગર તાલુકાના સુંઢિયા ગામની પાયલ કિશોરજી ઠાકોર હોવાની ઓળખ થઇ હતી. યુવતી પરિવારને ગિફ્ટ લેવા જઉં છું કહીને ઘરેથી નીકળી હતી.


comments powered by Disqus